ટ્રેકિંગ # ઉતરાખંડ# અલી બેદની બુઞયાલ.
#૧#૧#૧#૧#૧#૧#૧#૧#૧#
ગયા વર્ષના ટારશર મારશર ના ટ્રેકિંગ સુખદ અનુભવ બાદ આ વર્ષે પણ ટ્રેકિંગમાં જવાનું નક્કી કર્યું .
ઇન્ડિયામાં ટ્રેકિંગ ત્રણ રાજ્યોમાં થાય છે જેમાં કાશ્મીર ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ મોખરે છે તો આ વખતે નક્કી કર્યું કે ચાલો હિમાચલ અથવા ઉતરાખંડમાં ટ્રાય કરીએ.
ઇન્ટરનેટ પર સરચ કરતા ઉત્તરાખંડની એક સરસ અને જુની ટ્રેક ની માહિતી અલી બેદની બૉઞયાલ હાથ લાગી જેના માટે કાટગોદામ પહોંચવું જરૂરી છે.
લકી લી ઇન્ડિયન રેલવે સમર સ્પેશિયલ તરીકે મુંબઈ કાટગોદામ શરૂ કરી જે વડોદરા થઈને જતી હોવાથી સરળ થયું ,આવા જવાની ટિકિટ બુક કરી અને પછી આગળનો પ્લાનિંગ માટે ઇન્ટરનેટ એ જ તારો સહારો લીધો . બેસ camp Lohjang કરીને એક જગ્યા જે કાટગોદામ થી 220 km દૂર છે .
ટ્રેકિંગની સર્વિસ પૂરી પાડતી કંપનીઓ નો બુકિંગ ફુલ હતું ત્યાં મારી નજર internet પર એક લોહ જંગ ની એક યેલો બર્ડ કાફે અને પડી અને તેમને અમારી ટ્રેકિંગની જવાબદારી સોપી.
ને તારીખ 19 જૂન અમે વડોદરા થી સમર સ્પેશ્યલ મુંબઈ રવાના થયા કાટગોદામ ,અમારો ઉતારો એક Home stay હતો આજે મારે થોડી હોમ્સ ડે વિશે વાત કરવી છે તો હોટલના જેટલું જ ભાડું પણ હોટલો જેવી સર્વિસ નથી આપતા જેવી કે સામાન ઊંચકવા માટે માણસ ,લિફ્ટ વગેરે વગેરે અને અમે જ્યાં રહ્યા ત્યાંનું એસી પણ બરાબર કામ નહોતું કરતું અને ઓનર અમને બહાના કાઢી અમને સમજાવતો રહ્યો ઠીક છે
હવે બીજે દિવસે સવારે અમે make my ટ્રીપ માંથી જે ટેક્સી બુક કરી હતી એ લઈ ને અમારે 220 km દૂર Lohjang પહોંચવાનું હતું. હવે એક ડર હતો કે કદાચ ન આવે તો કોઈ લોકલ ટેક્સી કરી ડબલ ભાડું આપી અને અમારે જવું પડે પણ નથી પણ make my ટ્રીપની સારી સર્વિસ ને લીધે એ ડ્રાઇવર આવ્યો અને એને સમય લાગ્યો પણ પછી અમને લઈને લગભગ 8:30 સવારે અમે Lohjang જવા નીકળ્યા ગાડી સારી હતી ડ્રાઇવર સારો હતો અને રસ્તામાં એક જગ્યાએ રોકાઈને સરસ નાસ્તો કર્યો જ્યાં ખીણ. સાઈડ ની રેસ્ટોરન્ટ હતી અને બહારની બાજુ વહેલી સવાર હતી અને આખા વેલી નો નજારો જોવા મળતો હતો. સવાર સવારે ગરમ પરોઠા, ચા વગેરે લઈ અને અમે આગળ વધ્યા. અમે રસ્તાની અંદર Almost ક્રોસ કર્યું પછી Kosani ક્રોસ કર્યું, ગરુડ ક્રોસ કર્યું ત્યાં સુધીમાં તો સાજ પડી ગઈ હતી અને એક જ ઈચ્છા હતી કે રાત પહેલા પહોંચી જઈએ વચ્ચે જીપીએસ બરાબર કામ ન કરવાથી એવું લાગ્યું કે કદાચ રસ્તો ભૂલી ગયા છે પણ ફરી પણ એ ખોટું હતું અને અમે લગભગ અંધારું તથા પહેલા Lohjang પહોંચી ગયા અને પછી મારા ટ્રેક લીડર Spandan ને ફોન કર્યો અને એ લોકો એ અમને ગાઈડ કરી અને અમારા ઉતારા પર પહોંચ્યા હવે અહીંયા આ બજાર થી થોડું અંદર જઈ અને પછી ગાડી પાર્ક કરીને પણ લગભગ 200 મીટર ચાલી અને અમારે પહોંચવાનું હતું જ્યાં રૂમ, કાફે હતું રૂમમાં પહોંચી સામાન મૂકી અને snacks માટે પૂછ્યું તો અમે ગરમ ગરમ પકોડા અને ચા મંગાવી, રૂમમાં ગરમ પાણીની વ્યવસ્થા નથી તો એ ગરમ પાણી આપ્યું અને એનાથી અમે નાહીને થાક ઉતાર્યો અને જેવું અમારૂ ડિનર તૈયાર થયું એટલે અમે અમારી રૂમમાંથી ઉતરી અને લગભગ ૪0 ડગલા ચાલી ને કાફે પહોંચ્યા કાફે પહોંચ્યા ત્યાં નીચે બેસવાની વ્યવસ્થા હતી Spandan ,trek leader ને અમને ટ્રેક વિશે સમજાવ્યું તો અમે સાંભળ્યું અને પછી જમવાનું અમે શરૂ કર્યું પછી થોડી વાતો કરી અને અમે છુટા પડ્યા અને રૂમ પર જઈ અમે લંબાવી બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા અમે એક જ Rucksack અને બે નાના બેક પેક લીધા હતા અને બધો જરૂરી સામાન એમાં લીધો હતો કાફે માં જઈને નાસ્તો કર્યો અને ટેક્સી આવી ગઈ હતી એ ટેક્સીમાં અમારે કુલીગ ઞામ જવાનું હતું જે 15 કિલોમીટર દૂર હતુ જ્યાંથી અમારો ટ્રેક શરૂ થવાનો હતો.
( ક્રમશઃ)